11 પછી એનું માથું કાથરોટમાં લીયાવીને છોકરીને આપ્યુ; અને ઈ એની માંની પાહે લય ગય.
એણે સિપાયોને જેલખાનામાં યોહાન જળદીક્ષા દેવાવાળાનું માથું કાપીને લીયાવવા હાટુ મોકલ્યા.
તઈ એના ચેલાઓ આવીને એના ધડને લય જયને દાટી દીધું અને જયને ઈસુને ખબર આપી.
તઈ એની માંના હમજાવ્યા પરમાણે ઈ બોલી કે, “યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
કેમ કે, તેઓએ તારા લોકો અને આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તેઓનું લોહી વહેડાવયુ, ઈ હાટુ હવે તુ એને લોહી પીવા આપે છે, આ એની હાટુ હાસુ વળતર છે.”
અને મે જોયુ કે, ઈ બાય પરમેશ્વરનાં લોકોના લોહીના નશામા હતી, એટલે ઈ લોકોને જેને લોકોએ મારી નાખ્યા હતાં કેમ કે, ઈ ઈસુ ઉપર ભરોસો કરતાં હતા; જેથી હું બોવજ નવાય પામ્યો.