57 તેઓએ એની લીધે ઠોકર ખાધી, પણ ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયા પોતાના દેશમાં અને પોતાના ઘર સિવાય બીજે ક્યાક માન વગરનો નથી.”
અને જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.
અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ન્યા થોડાક સમત્કારી કામ કરયા.
ન્યાંથી ઈસુ નીકળીને પોતાના નગર નાઝરેથમાં આવ્યો, અને ચેલા એની હારે આવ્યા.
હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”
“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી.
ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયાઓને પોતાના નગરોમાં, અને પોતાના પરિવારમાં, અને પોતાના હગા વાલાઓમાં માન નથી મળતું, પણ બીજી દરેક જગ્યાએ માન મળે છે.”
એણે કીધું કે, હું તમને પાકું કવ છું કે, કોય આગમભાખનારાને પોતાના દેશમાં માન આપતું નથી.
જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.”
કેમ કે, ઈસુએ પોતે જ કીધું છે કે, આગમભાખનારાને પોતાના દેશમાં કાય માન મળતું નથી.
તેઓએ કીધું કે, “યુસફનો દીકરો, ઈસુ જેના માં બાપને અમે ઓળખી છયી ઈ શું ઈજ નથી? તઈ ઈ હમણાં ઈ કેમ કેય છે કે, હું સ્વર્ગમાંથી ઉતરયો છું?”
પણ મારા ચેલાઓ ઈ વિષે કચ કચ કરે છે ઈ ઈસુએ પોતાના મનમા જાણીને તેઓને કીધું કે, શું ઈ તમને ઠોકર ખવડાવે છે?