52 ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”
ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.
ઈ હાટુ પરમેશ્વરની બુદ્ધિએ પણ કીધું છે કે, “હું તેઓની પાહે આગમભાખીયાઓ અને ગમાડેલા ચેલાઓને મોકલય, અને ઈ તેઓમાંથી કેટલાકને મારી નાખશે અને કેટલાકને હેરાન કરશે.”
આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.
ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે.