44 સ્વર્ગનું રાજ્ય ખેતરમાં છુપાવેલા ખજાના જેવું છે કે, જે એક માણસને જડયુ પણ એણે હંતાડેલું રાખ્યુ, ને એના હરખના લીધે જયને પોતાનુ બધુય વેસીને એણે ખેતર વેસાતું લીધું.
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.
તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.