Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:39 - કોલી નવો કરાર

39 જેણે વાવ્યાં ઈ દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદુતો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:39
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

માણસના દીકરાની વિરુધ જે કોય વાત કેહે, ઈ એને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ કાય કેહે, એનો અપરાધ આ યુગમાં નય, અને આવનાર યુગમાં પણ માફ નય કરાય.


જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


પણ ખેડુત હુતા હતા, તઈ એનો વેરી આવીને ખેતરમાં ઘઉંમાં લુણીના દાણા વાવીને વયો ગયો.


જઈ એણે તેઓને કીધુ કે, “આ કોક વેરીઓનું કામ લાગે છે.” તઈ ચાકરોએ એને પુછયું કે, “શું તારી મરજી છે કે, અમે જયને લુણી ભેગી કરી લયે?”


ઈ હાટુ જેમ; લુણીના બી એકઠા કરાય અને બાળી નખાય છે, એવી રીતે જગતના અંતમાં પણ થાહે.


એમ જ જગતના અંતમાં પણ થાહે; સ્વર્ગદુતો આવીને ન્યાયી લોકોમાંથી અન્યાયી લોકોને જુદા પાડશે.


અને જઈ ઈસુ જૈતુનના ડુંગર ઉપર બેઠો હતો, તઈ એના ચેલાઓએ એકાંતમાં એની પાહે આવીને એને કીધું કે, ઈ અમને કે, “આ બધીય વાતો ક્યારે થાવાની છે? તારા આવવાની અને જગતના અંતની કાય નિશાની થાહે?”


જઈ હું, માણસનો દીકરો ફરીથી આવય, તો પોતાના મહિમાના બધાય, મારા સ્વર્ગદુતો હારે લયને આવય. તઈ હું બધાય લોકોનો ન્યાય કરવા હાટુ મારા મહિમાના રાજ્યાસન ઉપર બેહય.


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


આ બધી વાતો બીજાઓને દાખલા તરીકે થાવા હાટુ બની અને આપડે જેઓ યુગોના છેલ્લા દિવસોમાં જીવી છયી એને સેતવણી મળે ઈ હાટુ લખવામાં આવ્યું છે.


પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.


કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.


ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.


પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.


જો આવું થાય તો મસીહએ જગત બનવાની શરૂવાતથીજ ઘણી બધીય વાર દુખ સહન કરવાની જરૂરિયાત ઉભી થાય; પણ હવે છેલ્લા વખતમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા હાટુ તેઓ એક જ વખત પરગટ થયા.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ