36 તઈ પછી લોકોને મુકીને ઈસુ ઘરમાં ગયો, એના ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “ખેતરમાં લુણી બીના દાખલાનો અરથ અમને હંમજાવી દયો.”
ઈ જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળો અને દરિયાના કાઠે જયને સંદેશો દેવાનું સાલું કરયુ.
એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.
હવે બી વાવનારનો દાખલો હાંભળો.
પણ ખેડુત હુતા હતા, તઈ એનો વેરી આવીને ખેતરમાં ઘઉંમાં લુણીના દાણા વાવીને વયો ગયો.
અને એણે તરત જ પોતાના ચેલાઓને હોડીમાં બેહાડયા, જેથી તેઓ પોતાની આગળ દરિયાની ઓલે પાર વયા જાય, જ્યાં હુધી કે, પોતે લોકોને વિદાય કરે.
તઈ ઈસુ લોકોને વળાવીને હોડીમાં બેહીને ગયા અને ઈ મગદાન જિલ્લામાં આવ્યો.
જઈ ઈ ઘરમાં આવ્યા, તઈ તેઓ આંધળાઓ એની પાહે આવ્યા. ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાજા કરી હકુ છું, શું તમને એવો વિશ્વાસ છે?” તેઓએ એને કીધુ કે, “હા પરભુ અમને વિશ્વાસ છે કે, તમે અમને હાજા કરી હકો છો.”
જઈ પણ એણે તેઓથી પરમેશ્વરનાં વિષે વાત કરી, તઈ એણે દાખલાઓ વાપરા પણ એકલામાં ઈ પોતાના ચેલાઓને બધી વાતોનો અરથ બતાવતો હતો.
તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.
અને જઈ ઈસુ લોકોના ટોળાને છોડીને ઘરમાં ગયો તઈ એના ચેલાઓએ એને જે કીધુ હતું એના દાખલાના અરથ વિષે એને પુછયું.
અને ખાનારા લોકો લગભગ સ્યાર હજાર માણસો હતાં જઈ ઈસુએ તેઓને વળાવા.