તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”
પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.
જઈ તેઓ આ વાતુ હાંભળતા હતાં, તઈ ઈસુએ એક દાખલો કીધો કેમ કે, તેઓ યરુશાલેમની પાહે પુગ્યા હતાં, અને તેઓ એમ વિસારતા હતાં કે, પરમેશ્વરનું રાજ્ય હમણા જ પરગટ થાહે.
પછી ઈસુએ લોકોને આ દાખલો બતાવ્યો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી. એણે કોય માણસને દ્રાક્ષાવાડી ભાગવી આપી. પછી ઈ બીજા દેશમાં ગયો અને ન્યા ઈ ઘણાય વખત હુધી રોકાણો.