એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે ઠરશે નય.”
એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે કોય દિવસ ઠરશે નય.”
ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.
હું તને ફરીથી કવ છું કે, મંડળીમાં વડવાઓને ગમાડવા હાટુ ઉતાવળ નો કરતો કેમ કે, કેટલા લોકો ખુલે આમ પાપ કરે છે, એટલે બધાય લોકોને પેલાથી જ ખબર પડી જાય છે કે, આ ગુનેગાર છે, પણ કેટલાક લોકોના પાપ વાહેથી ખબર પડે છે.