એને તેઓને બીજો દાખલો કીધો કે, “આભનું રાજ્ય ખમીર જેવું છે કે, જયને એક બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
એક બીજો દાખલો હાંભળો એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી અને એની આજુ-બાજુ વાડ કરીને દ્રાક્ષારસ છૂંદીને ભેગો કરવા હાટુ કુંડ બનાવ્યો, અને એણે સ્યારેય બાજુ જનાવરથી વાડીને બસાવવા હાટુ કોટ બાંધ્યો. પછી એણે વાડીને કેટલાક ખેડુતોને ભાગ્યું આપી દીધુ અને બીજા દેશમાં લાંબી યાત્રામાં વયો ગયો.
અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.
તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.
હું તમને એવુ કરવા હાટુ કવ છું કેમ કે, હવે તમે એક નવું જીવન જીવી રયા છો. તમને આ નવું જીવન કોય નાશ થાનારી વસ્તુથી નથી મળ્યું. પણ આ એક એવી વસ્તુની માધ્યમથી મળ્યું છે જે સદાય હાટુ રેહે, જો કે પરમેશ્વરનો વાયદો છે, જેની ઉપર તમે વિશ્વાસ કરયો છે.