2 અને એની સ્યારેય બાજુ ઘણાય લોકો ભેગા થયા, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડી ગયો, અને બધાય લોકો કાઠે ઉભા રયા.
તઈ લંગડાઓ, આંધળાઓ, મુંગાઓ, ખોટ ખાપણવાળાઓ અને બીજા ઘણાય માંદાઓને પોતાની હારે લયને ઘણાય લોકો એની પાહે આવ્યા; અને ઈસુના પગ પાહે તેઓને મુક્યા, અને એણે તેઓને હાજા કરયા.
અને ગાલીલ જિલ્લામાંથી દશનગરથી યરુશાલેમ શહેર, યહુદીયા જિલ્લાના અને યર્દન નદીને ઓલે પારથી મોટા ટોળા એની વાહે ગયા.
વળી ઈસુ ગાલીલના દરિયાના કાઠે પાછો શિક્ષણ આપવા લાગ્યો. એની પાહે ઘણાય લોકોની ગડદી ભેગી થય, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડીને બેઠો, અને લોકોની આખી ગડદી દરિયાના કાઠે ઉભી રય.
તઈ ઈસુ ઈ હોડી જે સિમોનની હતી, એની ઉપર સડયો, અને એણે ન્યાથી થોડાક આઘે લય જાવા હાટુ એને કીધુ, ઈસુએ એમા બેહીને લોકોને શિક્ષણ આપ્યું.