19 જઈ પરમેશ્વરનું વચન કોય હાંભળે છે, અને નથી હમજતો તઈ શેતાન આવીને એના મનમાં જે વાવેલું છે, ઈ હોતન ભુલાવી દેય છે. મારગની કોરે જે બી વાવેલું છે ઈ જ ઈ છે.
અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.
અમુક લોકો એવા મારગની જેવા છે, જેની ઉપર બી પડયું, જઈ તેઓ પરમેશ્વરનું વચન હાંભળે છે, તઈ શેતાન તરત આવે છે અને તેઓને ઈ બધી વાતો ભુલાવી દેય છે જે તેઓએ હાંભળી હતી.
પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.
અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.
અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.