18 હવે બી વાવનારનો દાખલો હાંભળો.
તઈ પછી લોકોને મુકીને ઈસુ ઘરમાં ગયો, એના ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “ખેતરમાં લુણી બીના દાખલાનો અરથ અમને હંમજાવી દયો.”
જઈ ઈસુ એકલો થય ગયો, તઈ બાર ચેલાઓ અને બીજા ઈ લોકો જે ન્યા ભેગા થયા હતાં તેઓએ દાખલાના અરથ વિષે પુછયું.