Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:12 - કોલી નવો કરાર

12 કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. પણ હું શું શિખવાડું છું? એને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, ઈ પણ પરમેશ્વર એની પાહેથી લય લેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:12
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ હું તમને કવ છું કે, પરમેશ્વરનું રાજ્ય તમારી પાહેથી લય લેવાહે; અને જે જાતિના લોકો એના ફળ આપશે, તેઓને ઈ આપશે.


કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. અને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, ઈ પણ લય લેવાહે.


તો હવે, દ્રાક્ષાવાડીનો માલીક આ કરશે, ઈ આયશે ઈ ખેડુતોને મારી નાખશે અને દ્રાક્ષની વાડી બીજાઓને આપી દેહે.


પણ ફક્ત એક જ વાતને ખરેખર હાંભળવાની જરૂર છે કે, હું શું શિક્ષણ આપું છું મરિયમે હારી પસંદગી કરી છે. ઈ કરવાથી જે આશીર્વાદ મેળવે છે ઈ એનાથી લય લેવામાં આયશે નય.”


અને જે જાણયા વગર માર ખાવાનું કામ કરે, ઈ થોડીક માર ખાહે, એટલે જેને વધારે આપ્યુ છે, એની પાહેથી વધારે માગવામાં આયશે; અને જેને બોવ હોપવામાં આવ્યું છે, એની પાહેથી ઘણુય બધુય લેવામાં આયશે.


જેથી ઘરના કારભારીને એણે અંદર બોલાવ્યો, અને એને કીધું કે, તારા વિષે હું હાંભળુ છું ઈ શું હાસુ છે? તે મારા રૂપીયાનું શું કરયુ છે? મને હિસાબ આપ કેમ કે, હવેથી તુ મારો કારભારી નય રય હક.


પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.


ઈ હાટુ તમે કેવી રીતે હાંભળો છો? ઈ વિષે સેતતા રયો, કેમ કે જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ પણ લય લેવામાં આયશે.”


કેમ કે જે કોય મારે લીધે અને મારી વાતોને લીધે લજવાહે; એને લીધે જઈ માણસનો દીકરો પોતાના અને બાપના અને, પવિત્ર સ્વર્ગદુતોની મહિમામાં આયશે તઈ ઈ લજવાહે.


પણ ઈ આપણને એવી ખરાબ લાલસની વિરુધમાં ઉભો રેવાને લીધે હજી વધારે કૃપા આપે છે. ઈ હાટુ પવિત્ર શાસ્ત્રમા ઈ લખેલુ છે કે, “પરમેશ્વર અભિમાનીઓનો વિરોધ કરે છે, પણ નમ્ર માણસ ઉપર કૃપા કરે છે.”


યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ