Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:11 - કોલી નવો કરાર

11 એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:11
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુના ચેલાઓએ પાહે આવીને એને પુછયું કે, “તું તેઓની હારે દાખલામાં શું કામ બોલે છે?”


ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બધાયથી ઈ વાત પળાતી નથી, પણ પરમેશ્વર તરફથી જેઓને આ દાન આપવામાં આવ્યું છે, તેઓ જ એવું કરી હકે છે.


ઈસુએ તેઓને કીધુ કે, “તમે મારા હાટુ દુખ સહન કરશો ખરા, પણ મારી જમણી અને ડાબી બાજુ બેહવા દેવું ઈ મારૂ કામ નથી, પણ જેઓને મારા બાપે ગમાડયા છે, તેઓને હારૂ ઈ તૈયાર કરેલું છે.”


પણ મારે આ ગમાડવાનો અધિકાર નથી કે, મારી જમણી અને ડાબી બાજુ કોણ બેઠું છે. પરમેશ્વરે ઈ જગ્યાઓને તૈયાર કરી છે જેણે એને ગમાડી છે.”


ઈસુએ તેઓને કીધુ કે, “તમને તો પરમેશ્વરનાં રાજ્યના ભેદની હમજ આપેલી છે, પણ જે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં એની હાટુ બધી વાતો દાખલાઓમાં કેવામાં આવી છે.”


એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.


પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”


જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું


લુદીયા નામની થુઆતૈરા શહેરના બોવ મોધા લુગડા વેસનારી અને પરમેશ્વરનુ ભજન કરનારી બાય હતી, પરભુએ એનુ મન ખોલ્યું કે પાઉલની વાતો ઉપર ધ્યાન લગાડે.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.


જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


જોવ, હું તમને ભેદની વાતો કવ છું કે. આપડામાંથી કેટલાક વિશ્વાસીઓ મરી હકશે નય, પણ બધુય બદલાય જાહે. ઈ અસાનક બનશે, એટલી જલ્દી જેમ કે, કોય પોતાની આંખુ પટપટાવે છે. જઈ છેલ્લું રણશિગડું વાગશે, તો જે લોકો મરી ગયા છે તેઓ કાયમ જીવન જીવવા હાટુ ફરીથી જીવતા કરવામાં આયશે અને આપણે જીવી છયી, આપડા દેહનું બદલાણ થાહે.


પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.


પણ જે જ્ઞાનની આપણને વાત કરે છે, ઈ જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન છે જે હતાડેલું હતું. હજી હુધી કોય પણ આ હમજતો નોતો. એનાથી પેલા કે, પરમેશ્વરે પૃથ્વી બનાવી, એણે પેલાથી જ નિર્ણય કરી લીધો હતો કે, એનું જ્ઞાન આપણને મહિમા આપશે.


દરેક માણસે આપણને મસીહના સેવકો અને પરમેશ્વરનાં હાસને પરગટ કરનારા માલિકો હમજવા.


કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.


હું ઈ પણ પ્રાર્થના કરું છું કે, ઈ હાસને હમજવામાં તમારી સહાયતા કરશે કે, તમે જાણી લ્યો કે ઈ આશા જેની હાટુ એણે તમને બોલાવ્યા છે. જેથી તમે જાણી હકો કે, ઈ આશીર્વાદ કેટલો મહાન અને મહિમાવંત છે જેનો વાયદો પરમેશ્વરે પોતાના પવિત્ર લોકોથી કરયો છે.


પરમેશ્વરે ઈ જ કરયુ જે એણે ખાનગી રાખ્યું હતું અને આપણને ઈ ખાનગી યોજનાની જાણ કરાવી જે એણે પેલાથી જ મસીહ દ્વારા પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો.


આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પરગટ કરવામાં આવ્યું છે; અને ઈ તો મસીહ અને તેઓની મંડળી વિષે છે એમ મારું કેવું છે.


અને મારી હાટુ પણ પ્રાર્થના કરીને પરમેશ્વરને કેજો કે, ઈ મને બોલવા હાટુ હાસો શબ્દ આપે જેથી હું હિંમતથી હારા હમાસાર વિષે જે બધાય લોકોની હાટુ છે, એના ભેદની વાત હમજાવી હકુ.


હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું એને વિશ્વાસમા મજબુત કરવા માગું છું, જેથી ઈ એકબીજાની હારે પ્રેમથી રય હકે, અને હું ઈ પણ માનું છું કે, એને પુરી રીતે ભરોસો હોય કે, પરમેશ્વરનાં ભેદને જાણી લીધું છે કે, જે પોતે મસીહ છે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


અને તેઓને એક શુદ્ધ બુદ્ધિ હારે ઈ હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાનું સાલું રાખવું જોયી જેને પરમેશ્વરે પરગટ કરયુ છે.


પણ જો તમારામાથી કોયને બુદ્ધિની જરૂર હોય, તો પરમેશ્વર પાહે માગો, જે દાતારીથી આપે છે.


પણ તમને મસીહ દ્વારા પવિત્ર આત્મા આપવામાં આવ્યું છે, અને તમે હાસા શિક્ષણને જાણો છો.


તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ