10 પછી ઈસુના ચેલાઓએ પાહે આવીને એને પુછયું કે, “તું તેઓની હારે દાખલામાં શું કામ બોલે છે?”
એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.
દાખલાઓમાંથી એણે ઈ લોકોને ઘણોય પરચાર કરયો, “જુઓ, એક ખેડુત એના ખેતરમાં બી વાવવા બારે નીકળો.
જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”
જઈ ઈસુ એકલો થય ગયો, તઈ બાર ચેલાઓ અને બીજા ઈ લોકો જે ન્યા ભેગા થયા હતાં તેઓએ દાખલાના અરથ વિષે પુછયું.
એના ચેલાઓને એને પુછયું કે, “ઈ દાખલાનો અરથ શું થાય?”