1 ઈ જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળો અને દરિયાના કાઠે જયને સંદેશો દેવાનું સાલું કરયુ.
કેમ કે, મારો સ્વર્ગમાનો બાપની મરજી મુજબ કરશે, ઈ જ મારો ભાઈ, બેન, અને માં છે.
તઈ પછી લોકોને મુકીને ઈસુ ઘરમાં ગયો, એના ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “ખેતરમાં લુણી બીના દાખલાનો અરથ અમને હંમજાવી દયો.”
જઈ ઈ ઘરમાં આવ્યા, તઈ તેઓ આંધળાઓ એની પાહે આવ્યા. ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાજા કરી હકુ છું, શું તમને એવો વિશ્વાસ છે?” તેઓએ એને કીધુ કે, “હા પરભુ અમને વિશ્વાસ છે કે, તમે અમને હાજા કરી હકો છો.”
ઈસુ પાછો દરિયા કાઠે ગયો: ઘણાય લોકો એની પાહે આવ્યા, ને એણે બધાયને શિક્ષણ આપ્યું.