Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 12:31 - કોલી નવો કરાર

31 ઈ હારુ હું તમને કવ છું કે, દરેક પાપ અને નિંદા માણસોને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ નિંદાને માફ નય કરાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 12:31
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કોય માણસના દીકરાની વિરુધ કાક કેહે, તો એને વાંકની માફી આપી હકાય છે. પણ કોય માણસ પવિત્ર આત્માની વિરુધ નિંદા કરશે, તો એને માફ નય કરવામા આવે.


ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.


કેમ કે, આપણને હાસને ઓળખ્યા પછી પણ જો આપડે જાણી-જોયને પાપ કરતાં રેયી, તો હવે પછી પાપોની માફી હાટુ બીજુ બલિદાન નથી.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


કેમ કે જે લોકોએ એકવાર પરમેશ્વરની હાસાયને જાણી છે અને સ્વર્ગથી વરદાનને પ્રાપ્ત કરયા અને પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા.


પણ આપડે પરમેશ્વરની હામે આપડા પાપો કબુલ કરી લેયી તો ઈ આપડા પાપોને માફ કરવા અને આપડા કરેલા બધાય કામોમાંથી આપણને શુદ્ધ કરવા હાટુ ઈ વિશ્વાસુ અને ન્યાયી છે.


જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ