કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.
તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.