માથ્થી 12:25 - કોલી નવો કરાર25 તેઓ શું વિસારતા હતા, ઈ વાત ઈસુ જાણતો હતો, જેથી એણે એને કીધુ કે, જો એક દેશના લોકો અંદરો અંદર બાધતા રેય, તો તેઓ વધારે વખત હુધી નય ટકી હકે. એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે. အခန်းကိုကြည့်ပါ။ |
ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”
પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.