20 ઈ કસડાયેલા ધોકળને નય તોડે; અને ધુવાડો આપતી વાટને નય ઠારે, જ્યાં લગી ઈ ન્યાયને વિજય હુધી નો પુગાડી દેય.
ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.
જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી જાતા રયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતા? શું પવનથી હાલતા ધોકળને?
“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,
પણ પરમેશ્વર જે મસીહમાં સદાય આપણને વિજયી કરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ બધાયમાં ફેલાવે છે એનો મહિમા થાય.
હવે તમારે એને માફી આપવી જોયી, અને દિલાસો આપવો જોયી; જેથી ઈ વધારે પડતા ભાંગી નો પડે.
તઈ મે જોયું અને ન્યા એક ધોળો ઘોડો હતો! એની ઉપર બેહેલા માણસે ધનુષ લીધુ અને એને એક મુગટ દેવામાં આવ્યું હતું, ઈ બારે એક વિજેતાની જેમ જીતવા હાટુ વયો ગયો.