13 પછી ઈસુએ પેલા માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” અને એણે હાથ લાંબો કરયો, ઈ હાથ બીજા હાથની જેમ હાજો થય ગયો.
આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.
તઈ ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું એને હાજો કરવા ઈચ્છું છું,” અને તરત જ ઈ કોઢથી શુદ્ધ થયો.
ઈસુએ એની ઉપર હાથ રાખ્યો કે, તરત જ ઈ સીધી ઉભી થય, અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી.
પબ્લિયસનો બાપ બોવ તેજ તાવ અને મરડાના રોગમાં પડો હતો, ઈ હાટુ પાઉલે એની પાહે રૂમમાં જયને પ્રાર્થના કરી અને એની ઉપર હાથ રાખીને એને હાજો કરયો.