11 તઈ એણે તેઓથી કીધુ કે, તમારામાં એવો કયો માણસ છે કે, જેની પાહે એક ઘેટું હશે, અને જો ઈ વિશ્રામવારે ખાડામાં પડે તો શું તમે એને બારે નય કાઢો?
ઈ વખતે વિશ્રામવારનાં દિવસે ઈસુ અને એના ચેલાઓ ખેતરમાં થયને જાતા હતા, અને એના ચેલાઓને ભૂખ લાગી હતી, અને તેઓ ઘઉની ડુંડીયું તોડીને દાણા ખાવા લાગ્યા.
ઈસુએ બીજા ફરોશી ટોળાના લોકોને અને યહુદી નિયમના શિક્ષકોને કીધું કે, “જો તમારો દીકરો કે બળદ, યહુદી વિશ્રામવારના દિવસે ખાડામાં પડે, તો શું તમે એને બારે નય કાઢો?”