Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 11:6 - કોલી નવો કરાર

6 અને જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 11:6
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે તઈ ઈ તરત ઠોકર ખાય છે.


જગતના લોકોને અફસોસ છે! કારણ કે, જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનાવવાની જરૂર છે. પણ ઈ માણસને અફસોસ છે જે બીજાને પાપ કરાવવામાં જવાબદાર છે!


ઈ વખતે ઘણાય મારી ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દેહે, અને એકબીજાનો વિરોધ કરશે અને વેર રાખશે.


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે બધાય આજ હાંજે મને છોડીને વયા જાહો કેમ કે, શાસ્ત્રમાં આ લખેલુ છે કે, હું ઘેટા પાળકને મારય, અને ટોળાના ઘેટા વિખાય જાહે.”


જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે કે, તારી બેય આંખુથી એક આંખ નીકળી જાય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે.


“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી.


શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે.


જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.”


મે તમને આ બધુય ઈ હાટુ કીધું છે જેથી તમને ઠોકર નો લાગે અને મારાં ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય કેમ કે, તમારે ઘણીય મુશ્કેલીઓનો સામનો કરવાનો છે.


આ વાત હાંભળીને એના ચેલામાંના ઘણાય પાછા વયા ગયા. તઈ પછી એની ભેગા હાલ્યા નય.


પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્‍નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.


અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ