5 આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.
જઈ ઈસુએ જોયું કે, ઘણાય બધાય લોકો તેઓને જોવા ધોડીને ભેગા થાય છે. તઈ ઈસુએ મેલી આત્માને ધમકાવીને કીધુ કે, “હું તને આજ્ઞા આપું છું કે, મૂંગા અને બેરા કરનારી ભુંડી આત્મા એમાંથી નીકળી જા અને એમા ફરીથી કોય દિ નો ઘરતી.”
“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,
પણ જો હું ઈ કામ કરું છું, તો ભલે મારી ઉપર વિશ્વાસ નો કરો, પણ ઈ કામ ઉપર વિશ્વાસ કરો, અને તમે જાણો અને હંમજો કે, બાપ મારામાં રેય છે, અને હું બાપમાં રવ છું”
ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”
પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.
હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.