આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.
તઈ લંગડાઓ, આંધળાઓ, મુંગાઓ, ખોટ ખાપણવાળાઓ અને બીજા ઘણાય માંદાઓને પોતાની હારે લયને ઘણાય લોકો એની પાહે આવ્યા; અને ઈસુના પગ પાહે તેઓને મુક્યા, અને એણે તેઓને હાજા કરયા.
પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.