Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 11:3 - કોલી નવો કરાર

3 “શું ઈ મસીહ તુ જ છો, જેને પરમેશ્વરે મોકલવાનો વાયદો આપ્યો હતો કે, અમે કોય બીજાની વાટ જોયી?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 11:3
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે યોહાન ઈ માણસ છે, જેના વિષે શાસ્ત્રમાં એમ લખેલુ છે કે, “જો, હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.”


તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, તમે જે કાય હાંભળો છો અને જોવો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે,


“યરુશાલેમના લોકોને કેય કે, જોવ, તમારો રાજા તમારી પાહે આવે છે, ઈ નમ્ર છે, અને ગધેડા ઉપર એટલે વજન ઉપાડનારાના ખોલકા ઉપર બેહીને આવે છે.”


આગળ અને પાછળ હાલનાર લોકોએ પોકારયુ કે, “રાજા દાઉદના દીકરાને હોસાન્‍ના, પરભુને નામે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, અતિ સ્વર્ગમાં હોસાન્‍ના.”


કેટલાક લોકો ઈસુની આગળ અને બીજા લોકો ઈસુની પાછળ હાલનારાઓ તેઓ રાજી થયને રાડો પાડતા કીધુ કે, “હોસાન્‍ના! પરમેશ્વર એનાથી રાજી છે જે એના અધિકારથી આવે છે.


“ઈ રાજા આશીર્વાદિત છે, જે પરભુના નામથી આવે છે! સ્વર્ગમા શાંતિ અને આભમાં મહિમા થાય.”


માર્થાએ ઈસુને જવાબ દીધો કે, “હા, પરભુ, હું વિશ્વાસ કરું છું કે, તુ જ પરમેશ્વરનો દીકરો મસીહ છે, જે જગતમાં આવવાનો હતો.”


એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્‍ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”


ઈ મારી મહિમા કરશે કેમ કે, એને મારી તરફથી જે મળેલું છે, ઈ તમને કય બતાયશે.


ઈસુએ એને કીધું કે, “હે બાય, મારી ઉપર વિશ્વાસ કર કે, ઈ વખત આવે છે કે, જઈ તમે આ ડુંઘરા ઉપર અને યરુશાલેમમાં પરમેશ્વર બાપનું ભજન નય કરી હકો.


ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.


અને ટોળામાંથી ધણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને કેવા લાગ્યા કે, “મસીહ આયશે, તો શું એનાથી વધારે સમત્કાર કરશે જે એણે કરયા છે?”


કેમ કે, જેમ શાસ્ત્ર કેય છે કે, “હવે બોવજ થોડોક વખત બાકી છે, જે આવનાર છે ઈ જરૂર આયશે, ઈ વાર નય લગાડે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ