ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
જે થયું ઈ જોવા હાટુ લોકો બારે નીકળા, અને ઈસુની પાહે ઈ બધાય આવા તઈ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળી હતી, એને ઈસુની પાહે લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.
એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.