ઈ જ વખતે ઈસુ પવિત્ર આત્માથી હરખાયને બોલ્યો કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે. હા ઓ બાપ કેમ કે, તમને એવુ હારૂ લાગ્યુ છે.
પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.
કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.