અને તેઓને ઈસુને કીધુ કે, “આ બાળકો જે કેય છે, ઈ શું તું હાંભળે છે?” તઈ તેઓને ઈસુએ જવાબ દીધો કે, “હા, શું તમે કોયદી શાસ્ત્રમાં આ વાંસ્યુ નથી કે, બાળકોના અને ધાવણાઓના મોઢાથી સ્તુતિ કરાવી છે?”
પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.