ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”
સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.
એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે.
તઈ મે એક આછા પડેલા દરેક રંગના ઘોડા જોયા, અને એની ઉપર બેઠેલાનું નામ મોત હતું, અને અધોલોકની જગ્યાએ એની વાહે-વાહે હાલતો આવતો હતો, અને એને આ અધિકાર મળ્યો હતો કે, પૃથ્વી ઉપર રેનારા સોથા ભાગના લોકોને મારી નાખે, તેઓએ એને તલવારથી, ભુખથી, ભુંડી બીમારીઓથી અને પૃથ્વીના જંગલી જનાવરોથી મરાવી નાખ્યા.