Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 11:22 - કોલી નવો કરાર

22 વળી હું તમને કવ છું કે, ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સિદોન શહેરને જે સજા દેહે, ઈ કરતાં તમારી સજા ઘણીય વધારે હશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 11:22
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને હાસુ કવ છું કે, ન્યાયના દિવસે ઈ શહેરની દશા સદોમ અને ગમોરા શહેરથી વધારે ભુંડી હશે.


ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.


વળી હું તમને કવ છું કે, ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સદોમ શહેરને જે સજા દેહે, એની કરતાં તમારી સજા વધારે હશે.


વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે.


પણ ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સિદોન શહેરના લોકોની સજા કરતાં વધારે સજા તમને દેહે.


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.


એનાથી જ પ્રેમ અમારામાં પુરો થયો કે, ન્યાયના વખતે અમને હિંમત મળે કે, ઈ અમને સજા નય આપે, કેમ કે, આ જગતમાં પરમેશ્વરની હારે સંગતીમાં રેયી છયી જેમ કે, ઈસુ પરમેશ્વરની હારે સંગતીમાં રેય છે.


પછી મે ધોળી રાજગાદી જોય જેની ઉપર પરમેશ્વર બેઠો હતો, પણ જ્યાં પરમેશ્વર બેઠો હતો, ન્યાંથી પૃથ્વી અને આભ પુરેપુરા ગાયબ થય ગયા અને પછી કોય એને જોય હકા નય.


અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ