21 ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.
જગતના લોકોને અફસોસ છે! કારણ કે, જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનાવવાની જરૂર છે. પણ ઈ માણસને અફસોસ છે જે બીજાને પાપ કરાવવામાં જવાબદાર છે!
હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
યરુશાલેમ શહેરમાંથી અને અદોમ્યા પરદેશ અને યર્દન નદીના પૂર્વ બાજુ અને તુર અને સિદોન શહેરની પાહેના ઘણાય માણસો જે જે મહાન કામ એણે કરયા ઈ હાંભળીને ઈસુની પાહે આવ્યા.
તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.
પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા.
પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા.
હેરોદ રાજા તુર અને સિદોનના લોકોની માથે બોવ ગુસ્સે હતો, ઈ હાટુ ઈ શહેરના લોકો, બ્લાસ્તસ જે રાજાનું કામ હંભાળનારો માણસ હતો, એની સલાહ લયને રાજાની પાહે શાંતિ માંગવા હાટુ આવ્યો, કેમ કે ઈ દેશના લોકોનું ભોજન હેરોદના દેશમાંથી પુરું પાડવામાં આવતું હતું.
પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.