એવી રીતે ઈબ્રાહિમથી દાઉદ હુધી બધી મળીને સઉદ પેઢી થય અને દાઉદથી બાબિલોન દેશના બંદીવાસ હુધી સઉદ પેઢી, અને બાબિલોન દેશના બંદીવાસના કાળથી મસીહના વખત હુધી સઉદ પેઢી થય.
કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા.
હવે હેરોદ ગાલીલ જિલ્લાનો રાજા હતો, જે કાય થાતું હતું એની વિષે બધુય હાંભળીને ઈ મુજવણમાં હતો કેમ કે, કેટલાક લોકો કેતા હતાં કે, યોહાન જળદીક્ષા દેનાર પાછો જીવતો થયો છે.