ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.
તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી પણ તમે નાસા નય, અમે હોગ કરયો પણ તમે રોયા નય,