12 અને જ્યારથી યોહાન જળદીક્ષા આપનારે પરચાર કરવાનું શરુ કરયુ, ઈ વખતથી તે હજી લગી સ્વર્ગના રાજ્યમાં બળજબરી વધી રય છે, અને બળજબરી કરનારાઓ એની ઉપર હુમલો કરીને લય લેહે.
હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે.
પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.
નિયમ જે પરમેશ્વરે મુસાને આપ્યુ અને જે આગમભાખીયાઓએ લખ્યું હતું ઈ યોહાન જળદીક્ષા આપનારના આવ્યા હુધી પોકારવામાં આવ્યું હતું. તઈ જેમ કે, મે તમને પરચાર કરયો હતો કે, પરમેશ્વર જલ્દી પોતે રાજાની જેવો દેખાહે. ઘણાય લોકો ઈ સંદેશાને અપનાવે છે અને પરમેશ્વરને વારેઘડીએ તેઓના જીવનમાં રાજ કરવા હાટુ કેય છે.
કેમ કે, કોય-કોય વખતે પરભુનો સ્વર્ગદુત કુંડમાં ઉતરીને ઈ પાણીને હલાવા કરતો હતો, પાણી હલતા જે માણસ બધાયની પેલા કુંડમાં ઉતરતો હતો, ઈ હાજો થય જાતો હતો. ભલે એને ગમે એવો રોગ કેમ નો હોય.
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.
એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.