11 હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે.
અને જ્યારથી યોહાન જળદીક્ષા આપનારે પરચાર કરવાનું શરુ કરયુ, ઈ વખતથી તે હજી લગી સ્વર્ગના રાજ્યમાં બળજબરી વધી રય છે, અને બળજબરી કરનારાઓ એની ઉપર હુમલો કરીને લય લેહે.
“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
ઈ હાટુ જે ઈ નાનામાંથી નાની આજ્ઞાઓમાંથી એક પણ જો તોડે છે અને બીજાઓને એવું કરતાં શીખવાડે છે, તો ઈ સ્વર્ગના રાજ્યમાં બધાયથી નાનો હમજવામાં આયશે, પણ જે એનું પાલન કરે છે અને શીખવાડે છે, ઈ સ્વર્ગના રાજ્યમાં મોટો હમજવામાં આયશે.
હું તમને હાસુ કવ છું, કે જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ પરમેશ્વરનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે, ઈ એની કરતાં મોટો છે.”
પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”
યોહાને એના વિષે સાક્ષી આપી, અને રાડો પાડીને કીધું કે, “આ ઈજ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં પણ મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.”
પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.
અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.
પણ હવે આપડા તારનાર ઈસુ મસીહ આવી ગયા છે, અને એણે આપડી ઉપર પોતાની કૃપા કરી છે, અને એણે મરણની તાકાતને હરાવી દીધી છે, અને હારા હમાસાર દ્વારા અનંતજીવનનો મારગ બતાવ્યો છે.
ઘણાય વખત પેલા આગમભાખીયાઓ સંદેશો કેતા હતાં કે, પરમેશ્વરે તેઓને દેખાડ્યું હતું કે, કેવી રીતે એક દિ ઈ તમને કૃપાથી બસાવે. તેઓએ આ વાતુની બોવ જ હાસી રીતે તપાસ કરી.