હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે.
યશાયા આગમભાખીયાએ જેના વિષે વાત કરી છે, ઈ આ યોહાન જળદીક્ષા કરનાર છે. યશાયા આગમભાખીયાએ કીધુ છે કે, “વગડામાં એક માણસ પોકારે છે, પરભુનો મારગ તૈયાર કરો અને એનો મારગ પાધરો કરો.”
જેમ યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, પરમેશ્વરે એના દીકરા મસીહને કીધુ કે, “જો હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.”
યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.