8 માંદા લોકોને હાજા કરો; મરેલાને જીવતા કરો; કોઢિયાઓને શુદ્ધ કરો; અને મેલી આત્માઓને કાઢો. તમને મફતમાં મળ્યું છે અને તમે બીજાઓને મફત દયો.
ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને મેલી આત્માઓને કાઢવાનો, અને હરેક જાતનો રોગ અને હરેક જાતના દુખો મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
અને જાતા આ સંદેશો આપો કે, સ્વર્ગનું રાજ્ય પાહે આવી ગયુ છે.
પોતાનુ હોનું, રૂપું કે, સાંદી કડમાં બાંધેલુ નો રાખો.
જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.”
ન્યા જે માંદા લોકો છે એને હાજા કરો: અને તેઓને ક્યો કે, “પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.”
તઈ પિતરે કીધુ કે, “સાંદી, હોનુ તો મારી પાહે નથી પણ મારી પાહે જે છે ઈ હું તને આપું છું નાઝરેથના ઈસુ મસીહના નામે હું તને કવ છું હાલ.”
તુ લોકોને હાજા કરવા હાટુ તારો પવિત્ર હાથ લાંબો કર કે સમત્કાર અને અદભુત કામો તારા સેવક ઈસુના નામે કરવામા આવે.