Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 10:5 - કોલી નવો કરાર

5 ઈસુએ બાર ચેલાઓને આ આજ્ઞા આપીને મોકલ્યા કે, તમે બિનયહુદીઓના મારગમાં નો જાવ, સમરૂન પરદેશના નગરમાં ઘરતા નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 10:5
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

લગનમાં નોતરેલાઓને તેડવા હાટુ એણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા માંગતા નોતા.


ઝબુલોન પરદેશના નફતાલીના પરદેશના, યર્દન નદીની ઓલા કાંઠે, એટલે બિનયહુદીઓના ગાલીલના દરિયાની પાહેના.


પછી ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવ્યા અને તેઓને મેલી આત્મા કાઢવાનો અધિકાર આપ્યો. તઈ ઈ તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યો.


અને ઈ વાતુ થયા પછી, પરભુ ઈસુએ બીજા હિતેર ચેલાઓને નીમ્યા, ઈ દરેક શહેરમાં અને જ્યાં જગ્યામાં ઈ પોતે જવાનો હતો, ન્યા તેઓમાંના બે બેને પોતાની આગળ મોકલ્યા.


જઈ એક સમરૂન પરદેશના એક માણસ હાલતા હાલતા ન્યા પુગ્યો, જ્યાં ઈ ઘાયલ પડયો હતો, ઈ ન્યા આવ્યો તઈ એને જોયને એને દયા આવી.


ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.


ઈસુએ પોતાના બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને તેઓને બધીય મેલી આત્માઓને કાઢવા અને રોગ મટાડવા હાટુ પરાક્રમ અને અધિકાર દીધો.


અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરવા, અને માંદાઓને હાજા કરવા મોકલ્યા.


જેમ તે મને જગતમાં મોકલ્યો. એમ જ મે પણ તેઓને જગતમાં મોકલ્યા.


ઈસુએ પાછુ તેઓને કીધું કે, તમને શાંતિ મળે, જેમ મને બાપે મોકલ્યો છે, એમ જ હું પણ તમને મોકલું છું


અમારા વડવાઓ આ ડુંઘરા ઉપર પરમેશ્વરનું ભજન કરતાં હતાં, અને તમે યહુદી લોકો કયો છો કે, યરુશાલેમ ઈ જ જગ્યા છે, જ્યાં ભજન કરવું જોયી.”


ઈ હાટુ ઈસુ સમરૂન પરદેશના સુખાર નામના એક શહેરમાં આવ્યો. જે ઈ ખેતર ગામની પાહે હતું, જેણે યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યુ હતું.


તઈ ઈ સમરૂની બાયે એને કીધું કે, “હું સમરૂની છતાં તમે યહુદી થયને મારી પાહે પાણી કેમ માગો છો?” કેમ કે, સમરૂનીઓ હારે યહુદીઓ કાય પણ વ્યવહાર રાખતા નથી.


તઈ યહુદી લોકોના આગેવાનો જેઓ એના વેરીઓ હતાં તેઓ અંદરો અંદર કેવા લાગ્યા કે, આ માણસ ક્યા જાહે ઈ આપણને જડશે જ નય? શું ઈ જ્યાં બિનયહુદી લોકો આખા જગતમાં ફેલાય ગયેલા છે તેઓની પાહે જયને ઈ લોકોને આ નવું શિક્ષણ આપશે?


ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.”


પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.


તઈ બિનયહુદીઓ ઉપર પવિત્ર આત્મા ઉતરયો ઈ જોયને સુન્‍નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની હારે આવ્યા હતા, ઈ બધાય સોકી ગયા.


શાઉલ પુરી રીતે સ્તેફનને મારવામાં સહમત હતો. ઈજ દિવસે યરુશાલેમ શહેરની મંડળીમાં મોટી સતાવણી શરુ થય ગય, તઈ ગમાડેલા ચેલાઓને મુકીને બધાય વિશ્વાસીઓ યહુદીયા અને સમરૂન પરદેશમા વેર વિખેર થય ગયા.


અને તેઓ અમને બિનયહુદીઓને પાપ વિષે બતાવાથી રોકવાની કોશિશ કરી રયા હતાં કે, પરમેશ્વર તેઓને કેમ બસાવી હકે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ