“જે કોય આ નાનાઓમાંથી મારા ઉપર વિશ્વાસ કરે છે; તેઓમાંના એકને પણ કોય ઠોકર ખવડાવશે, તો એની હાટુ ઈ હારું હતું કે, એની ડોકે ઘંટીનું પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં દુબાડવામાં આવત.”
પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.