41 જે માણસ આગમભાખીયાને નામે જે આગમભાખીયો માનીને સ્વીકાર કરે છે, ઈ આગમભાખીયા પરમાણે ફળ પામશે; જે ન્યાયી જાણીને ન્યાયીઓનો સ્વીકાર કરે છે, ઈ ન્યાયી પરમાણે ફળ પામશે.
હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.
જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય.
ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.
ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે.