38 અને જે મારો ચેલો બનવા પોતાનું વધસ્થંભ ઉસકીને દુખ સહન કરવા અને મરવા હાટુ તૈયાર નો રેય, ઈ મારો ચેલો બનાવને લાયક નથી.
પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો.
ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”
એણે ટોળાને પોતાના ચેલાઓ સહીત પાહે બોલાવીને તેઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
જે કોય પોતાનો વધસ્થંભ ઉપાડીને મારી વાહે આવતો નથી, ઈ મારો ચેલો થય હક્તો નથી.
ઈસુ પોતાનો વધસ્થંભ ઉપાડીને બારે નીકળો અને “ઈ ખોપડી નામની જગ્યા ઉપર ગયો” હિબ્રૂ ભાષામાં ઈ જગ્યાને “ગલગથા” કેવાય છે