29 જઈ એક પૈસામાં બે સકલીયો વેસાય છે, તો પણ તમારા બાપની ઈચ્છા વગર એમાંથી એક જમીન ઉપર પડનાર નથી.
હું તમને હાસુ કવ છું કે, જઈ તમે જેલખાનામાં જાવ તો જ્યાં હુંધી તમે તમારા ફરીયાદીને બાકીના એકે-એક રૂપીયો નય સુકવી દયો, ન્યા હુધી તમે જેલખાનામાંથી બારે નીકળી નય હકો.
આભના પંખીડાઓને જુઓ! તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી; તો પણ તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં વધારે મુલ્યવાન છો.
એક ગરીબડી રંડાયેલીએ આવીને બે દમડી, એટલે કે બે તાંબાના સિક્કા, નાખ્યા જે ઘણાય ઓછા મુલ્યવાન હતા.