એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.
તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.
ઈ હાટુ ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદી લોકો અને પરમેશ્વરની બીક રાખનારા બીજી જાતિના ભજનકરનારા લોકોને, અને સોકમાં જે લોકો એને મળતા હતાં, એની હારે કાયમ વાદ-વિવાદ કરયા કરતાં હતા.