25 ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
તેઓએ એને કીધુ કે, “અમારીથી થય હકે છે.” ઈસુએ તેઓને કીધુ કે, “તમને સતાવવામાં આયશે જેમ કે, મને સતાવવામાં આયશે. તમને મારી નાખવામાં આયશે એમ મને પણ મારી નાખવામાં આયશે.
અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”
જેથી જો શેતાન પોતાની જ મેલી આત્માની વિરુધ થયો હોય, તો એનુ રાજ કેવી રીતે ટકી હકશે? તમે મને તો કયો છો કે, હું બાલઝબુલ શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢુ છું
યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.