પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”
તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે.
ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.
ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”