19 પણ જઈ તમને તેઓ પકડાયશે તઈ તમે ઉપાદી નો કરતાં કે, અમારે કય રીતે બોલવું; કેમ કે, શું બોલવું ઈ તમને ઈજ વખતે આપવામાં આયશે.
તેઓને અને બિનયહુદીઓની હારે સાક્ષીને અરથે મારે લીધે, તમને રાજ્યપાલ હારે રાજાઓની આગળ તેઓની હારે અને બીજી જાતિઓ હાટુ સાક્ષી થાવા હાટુ હોપવામાં આયશે.
ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, શું પેરશું ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.
ઈ હાટુ તમે ઉપાદી કરીને એમ નો કેતા કે, અમે શું ખાહું? કા અમે શું પીહું? કા અમે શું પહેરીશું?
ઈ હાટુ આવતી કાલની સીન્તા નો કરો કારણ કે, આવતી કાલ પોતાની સીન્તા કરી લેહે, આજને હારું આજના દિવસ નુ સંકટ બોવ છે.
જઈ લોકો તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને રાજ્યપાલો અને અધિકારીઓની હામે લય જાહે તો, ઉપાદી નો કરતાં કે, અમે કેવી રીતે જવાબ દેહુ કે શું કેહું.
કેમ કે, પવિત્ર આત્મા ઈજ વખતે એને શીખવાડી દેહે કે, તમારે શું કેવું જોયી.
પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.
કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.
ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.
પણ જો તમારામાથી કોયને બુદ્ધિની જરૂર હોય, તો પરમેશ્વર પાહે માગો, જે દાતારીથી આપે છે.