પછી ઈસુએ એને કીધુ કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારું દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છો.”
જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.
જઈ ઘેટાના બસ્સાએ પાંચમી મુદ્રાઓ ખોલી, તઈ મે વેદીની નીસે ઈ લોકોની આત્માઓને જોય જેઓને મારી નાખવામાં આવ્યા હતા. કેમ કે, તેઓ પરમેશ્વરનાં વચન વિષે અને ઈ સંદેશાના વિષે વિશ્વાસુ હતાં જે એને મળ્યું હતું.