10 મારગ હારું જોળી, બબ્બે ઝભ્ભા, જોડા કે, લાકડી પણ લેતા નય, કેમ કે, મજુરને પોતાનું ખાવાનું મળવું જોયી.
જે કોય શહેરમાં કે ગામમાં તમે જાવ, એમા લાયક હોય એની તપાસ કરો, અને ન્યાથી નીકળતા, ન્યા હુધી રયો.
અને ઈસુએ તેઓને આદેશ દીધો કે, “જઈ તમે યાત્રા કરો છો, તઈ એક લાકડી લય હકો છો, પણ ખાવાનું, જોળી, બટવામાં રૂપીયા લેતા નય.
યોહાને તેઓને જવાબ દીધો કે, જેની પાહે બે બુસટ હોય, અને જેની પાહે એકય નથી એને એક આપે અને જેની પાહે ખાવાનું હોય ઈ હોતન એમ જ કરે.
ઈસુએ તેઓને કીધુ કે, “મારગને હારું તમે કાય પણ લેતા નય: બડો નય જોળી નય, રોટલો નય કે નાણું નય વળી બબ્બે ઝભ્ભા પણ નય.”
જઈ તુ આવ તો ઈ ઝભ્ભાને લેતો આવજે જેને હું ર્કાપસના ઘરે ત્રોઆસ શહેરમાં મુકીને આવ્યો છું, મારી વાળેલી સોપડીઓ હોતન લેતો આયજે. ખાસ કરીને ઈ જે બકરીના સામડાની બનાવેલી છે.