ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.
ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા.
અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.
અને ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલના શહેરો અને ગામડાઓમાં ફરતો હતો અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો, અને દરેક પરકારના રોગ અને દુખ મટાડતા ગયા.
ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”
અને હું પોતે જ પવિત્ર આત્મા તમારી ઉપર મોકલીશ, જે વાયદો મારા બાપે કરયો છે, પણ તમારે ન્યા હુધી શહેરમાં રાહ જોવી પડશે કે, જ્યાં હુધી તમને સ્વર્ગમાંથી સામર્થ નય આપવામાં આવે.”
પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.